ડોલવણનાં ગડત ગામેથી પસાર થતાં હાઈવે ઉપર એક શેરડી ભરેલ ટ્રેક્ટર પલટી ખાઈ જતાં ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે એકને ઈજા થઈ હતી. બનાવની વિગત એવી છે કે, ગત તા.23 ડીસેમ્બરનાં રોજ ગડત ગામનાં આમલી ફળિયામાં પસાર થતા નેશનલ હાઈવે નંબર-56 પર રવિન્દ્રભાઈ રમણભાઈ વઢાળી (ઉ.વ.26, રહે.ગિરમાળ, નિશાળ ફળિયુ, તા.સુબિર, જિ.ડાંગ) નાઓ શેરડી ભરેલ ટ્રેક્ટર નંબર GJ/30/A/3404ને ગફલતભરી રીતે હંકારી લાવતાં ટ્રેક્ટરને રોડની સાઈડમાં ઉતારી દેતાં અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં ટ્રેક્ટર પલટી ખાઇ જતાં પોતાને શરીર તથા માથાનાં ભાગે ઓછીવત્તી ઇજાગ્રસ્ત થયો હતો અને ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી. જયારે ગડત ગામમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતાં શેરડી કાપતાં મજુરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500