વ્યારા તાલુકાનાં ટાવલી ગામનાં ત્રણ મિત્રો બાઈક ઉપર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા તે દરમિયાન ફૂલઉંમરાણ ગામની સીમમાં બાઈક રોડની સાઈડ પરના માઈલ સ્ટોન સાથે ધડાકાભેર અથડાતાં ત્રણેય મિત્રો ફંગોળાઈને પટકાતા જેઓને ગંભીર ઇજાઓ થઈ હતી, જયારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું, જ્યારે બે યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં સેવટી ગામના દેવળ ફળિયાના તથા મૂળ ટાવલી ગામના રહીશ અવિનાશભાઈ રાજુભાઈ વસાવા તથા તેમના બે મિત્રો રોહિતભાઈ ઇલેશભાઈ વસાવા અને પૃથ્વીરાજભાઈ શંકરભાઈ વસાવા (બંને રહે.ટાવલી ગામ, તા.ઉચ્છલ)નાઓ ગત તારીખ 16/04/2024નાં રોજ ફૂલઉંમરાણ ગામમાં લગ્ન પ્રસંગમાં જવા માટે બાઈક નંબર GJ/26/M/4494 લઈને નીકળ્યા હતા અને બાઈક પૃથ્વીરાજભાઈ વસાવા ચલાવતા હતા જેથી કરોડથી ફૂલઉંમરાણ ગામ તરફ જતા રોડ ઉપર વળાંક પાસે ફૂલઉંમરાણ સીમમાં બાઇક રૂમની બાજુમાં આવેલ માઈલ સ્ટોન સાથે જોરથી અથડાવી દેતા થયેલ અકસ્માતમાં ત્રણેય યુવકો ફંગોળાઈને પટકાતા જેઓને ગંભીર ઈજા થઈ હતી.
જેમાં અવિનાશ વસાવા (ઉ.વ.19)ને બંને પગે ઈજા તથા હાથમાં ઈજા, બાઈક ચાલક પૃથ્વીરાજ વસાવાને મોઢાના ભાગે તેમજ કપાળનાં ભાગે, માથાના ભાગે તથા ડાબા કાનાની પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને જેઓ સારવાર હેઠળ છે, જ્યારે પાછળ બેસેલ રોહિતભાઈ ઈલેશભાઈ વસાવા (ઉ.વ.22)ને માથાના પાછળના ભાગે, કમરના ભાગે ગંભીર ઇજાઓ થતા જેને પ્રાથમિક સારવાર બાદ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ખસેડવામાં આવતા તેમનું તારીખ 18/04/2024ના રોજ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત બંને યુવકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત અંગે ઉચ્છલ પોલીસ મથકે અવિનાશ વસાવાએ ફરિયાદ કરી હતી પોલીસે યુવકનો મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500