મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં દેવજીપુરા ત્રણ રસ્તા પાસે જાહેરમાં મોટરસાયકલમાં ચોરખાનું બનાવી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઈ જતો મહારાષ્ટ્રનો એક યુવક ઝડપાયો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન દેવજીપુરા ત્રણ રસ્તા પાસે આવતા એક યુનિકોન મોટરસાયકલ નંબર GJ/26/K/8750 આવતા જોઈ તેની ઉપર પ્રોહી. ગુના અંગેનો શક જતા પોલીસે મોટરસાયકલનાં ચાલકને લાકડીના ઇશારે ઉભા રહેવા કહેતા ચાલકે પોતાના કબ્જાનું મોટરસાયકલ ઊભું રાખ્યું હતું.
ત્યારબાદ પોલીસે ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ, શ્યામ સુરેશ ગાવિત (રહે.લક્કડકોટ, હીરા ફળિયું, તા.નવાપુર, જિ.નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મોટરસાયકલનાં પેટ્રોલ ટાંકીમાં તથા સીટ નીચે બનાવેલ ચોર ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 72 નંગ બાટલીઓ મળી આવી હતી. જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો કમલેશ ગુલાબ ગાવિત (રહે.લક્કડકોટ, તા.નવાપુર, જિ.નંદુરબાર)નાએ ભરી આપેલ હોય જે સંદર્ભે પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી રવીન્દ્રભાઈ વસાવાની ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500