Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ગોલવાડમાંથી જુગાર રમાડતો એક ઝડપાયો, એક વોન્ટેડ

  • April 21, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ગોલવાડ વિસ્તારમાં નવી ટાંકી પાસે રહેતો એક ઈસમ પોતાના ઘરના ઓટલા પર વગર પાસ પરમિટે વરલી મટકાનાં આંકો ઉપર પૈસા વતી હાર જીતનો જુગાર રમાડનાર એક ઈસમ ઝડપાયો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો તારીખ 20/04/2024નાં રોજ પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળેલ હતા.


તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારાના ગોલવાડ નવી ટાંકી પાસે રહેતો જીગો માછી ઉર્ફે જીગ્નેશ રામુભાઈ ઢીમ્મર નાઓ પોતાના ઘરની બહાર જાહેરમાં વરલી મટકાનાં આંકો ઉપર પૈસા વતી હાર જીતનો જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી  જગ્યા પર પહોંચતા ત્યાં એક ઈસમ નોટબુકમાં કંઈ લખતો હોય અને બીજો અજાણ્યો ઈસમ કઈક લખાવતો હતો જેથી પોલીસે સ્થળ પર જઈ લખનારને ઝડપી પાડ્યો હતો.


જ્યારે પોલીસ રેઈડ જોઈ આંકો લખાવનાર ઈસમ ભાગી છુટ્યો હતો જોકે પોલીસે પકડી પાડેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ, રમેશભાઈ જગુભાઈ રાણા (રહે.ગોલવાડ, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે પકડી પાડેલ ઈસમ પાસેથી જુગાર રમવાના સાધનો તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 13,850/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે પોલીસ રેઈડ જોઈ ભાગી છૂટેલ ઈસમ જીગો માછી ઉર્ફે જીગ્નેશ રામુભાઈ ઢીમ્મર (રહે.વૃંદાવાડી, વ્યારા)નાને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application