મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં કટાસવાણ ગામનાં બેડકીનાકા આંતર રાજ્ય ચેક પોસ્ટ પરથી પસાર થતો નેશનલ હાઈવે પરથી મહારાષ્ટ્ર રાજ્યમાંથી ટેમ્પોમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લઈ આવનાર ટેમ્પો ચાલકને બેડકીનાકા ચેકપોસ્ટ પરથી કુલ રૂપિયા 5.17 લાખના ઝડપી પાડ્યો હતો, જયારે દારૂનો મુદ્દામાલ ભરાવી આપનાર અને મંગાવનાર તાંતીથૈયા ગામનાં ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો તારીખ 20/04/2024નાં રોજ મોડી સાંજે ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યમાંથી એક સફેદ કલરની બંધ બોડીનો બોલેરો પીકઅપ ટેમ્પો નંબર MH/04/LE/5630માં ચોરખાનું બનાવી તેમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી ઉચ્છલથી નેશનલ હાઈવે નંબર-53 થઈ પસાર થનાર છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાકરદા બ્રિજ નીચે પ્રોહી. વેચમાં હતા. તે સમયે બાતમીવાળો ટેમ્પો આવતાં જોઈ પોલીસે ચાલકને ઈશારો કરતા ટેમ્પો ચાલકે પોતાના કબ્જાનો ટેમ્પો પુરઝડપે હંકારી લેતાં પોલીસે તેનો પીછો કરી બેડકીનાકા ચેકપોસ્ટ ઉપર ટેમ્પો ચાલકને ઉભો રાખવી ટેમ્પો સાથે ચાલકને ઝડપી પાડી પોલીસે ટેમ્પો ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, પપ્પુ શ્રીમહાવીર વર્મા (રહે.કડોદરા ચાર રસ્તા)નાં હોવાનું જણાવ્યું હતુ ત્યારબાદ પોલીસે ટેમ્પોના પાછળનાં ભાગે તપાસ કરતા પાછળનો ભાગ ખાલી હતો અને પોલીસે ડ્રાઈવરનાં કેબિનનાં પાછળનાં ભાગે અડીને પતરાનું ચોર ખાનું બનાવેલ હતી.
જેથી તેમાં તપાસ કરતા તેમાંથી પોલીસે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ 1,440 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 2,16,000/-, 1 નંગ મોબાઈલ અને 3 લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા 5,17,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ પ્રોહી. મુદ્દામાલ ભરાવનાર તથા મંગાવનાર સિદ્ધનાથ ઉર્ફે નાગેન્દ્ર બેનીપ્રસાદ યાદવ (રહે.તાંતીથૈયા ગામ, તા.પલસાણા, જિ.તાપી)નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500