કુકરમુંડાના જુના બહુરૂપા ગામે મંજુર થયેલ લીઝ ધારકો દ્વારા નવા બહુરૂપાથી જુના બહુરૂપા ગામના ખેતીનો રસ્તો ઉપયોગ કરવાથી રસ્તો અને રસ્તાની આજુબાજુમાં આવેલ ખેતરોમાં બાગાયતી પાકોનું નુકશાન થવા બાબતે બહુરૂપા ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જિલ્લા કલેકટરને સોમવાર નારોજ આપવામાં આવેલ આવેદનપત્ર અનુસાર કુકરમુંડાના જૂના બહુરોપા ગામે રેતીની બે લીઝ મંજૂર થયેલ છે જે પૈકી એક હાલ બંધ છે અને એક ચાલુ છે જેને હરીશભાઈ તરીકે નામના વ્યક્તિ ચલાવે છે આજ સુધી આ લીઝનો રસ્તો નદીની સામે પારથી ચાલતો હોવાથી ગામના ખેડૂતોને કોઈપણ જાતનો વાંધો કે તકલીફ હતી નહીં.
પરંતુ સરકારશ્રીના નવા નિયમ મુજબ જીપીએસ ટેકિંગ મુજબ ગામનો રસ્તો જ વાપરવાનો હોય છે તેવું લીઝ ધારકનું કહેવું છે પરંતુ બહુરૂપા ગામના ખેડૂતો પાસે ખેતી કરવા માટે નવા બહુરૂપાથી જુના બહુરૂપા જવા આ રસ્તા સિવાય કોઈ વિકલ્પ નથી અને રસ્તાની બંને બાજુએ બાગાયતી ખેતી લાયક જમીન આવેલી અને જે રસ્તો છે તે રસ્તો ખેતલાડી રસ્તો જ છે આ કોમર્શિયલ રસ્તો નથી અને આ રસ્તા પર રેતીના 25 થી 30 ટન વજન ધરાવતા ભારે વાહનો ચાલે છે જેની લીધે રસ્તાની આજુબાજુમાં આવેલ બગાયતી પાકો જેવા કે કેળા,પપૈયા, મરચા શક્કરટેટી,તરબૂચ,ઘઉં,ચણા જેવા પાકોનું ખેડૂતોનું બહુ પ્રમાણમાં નુકસાન થાય છે જેથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ એક જ વર્ષમાં પડી ભાંગી એવું છે જેથી ખેડૂતના હિતમાં યોગ્ય પગલાં લેવામાં આવે અને વર્ષોથી ચાલી આવેલ સામે પારનો રસ્તો વાપરવા રજૂઆત કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500