Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં વેલઝર ચાર રસ્તા પાસે બાઈકમાંથી દારૂ મળી આવ્યો, બાઈક ચાલક ફરાર

  • December 05, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના વેલઝર ગામનાં ચાર રસ્તા પાસે જાહેર રોડ ઉપરથી મોપેડ બાઈકનાં આગળના ભાગે અને ડીકીમાંથી પોલીસને દારૂ મળી આવ્યો હતો જયારે પોલીસને જોઈ બાઈક મૂકી ભાગી છૂટનાર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો શનિવારના રોજ બપોરના સમયે વેલઝર ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાદમી મળી હતી કે, એક મોપેડ બાઈકનો ચાલક પોતાની બાઈકના આગળના ભાગે બેગમાં તથા ડીકીમાં ઇંગ્લિશ દારૂ લઈને ઉખલદાથી ધજંબા થઇ વેલઝર ચાર રસ્તા તરફ જનાર છે.




જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ચાર રસ્તા પાસે વોચમાં ઊભા હતા. તે દરમિયાન બાતમીવાળી મોપેડ બાઇક નંબર GJ/19/BF/1990ને આવતા જોઈ લાકડીના ઇશારે બાઇકને સાઈડમાં ઊભી રખાવતા બાઈક ચાલક ભાગવા લાગ્યો હતો. જોકે પોલીસે તેનો પીછો કરતા બાઈકના ચાલકે થોડે આગળ જઈ બાઈક રસ્તામાં મૂકી ભાગી છૂટ્યો હતો ત્યારબાદ પોલીસે મોપેડ બાઈકના આગળના ભાગે બ્લુ કલરના બેગમાં તથા સીટ ખોલી જોતા સીટની નીચે ડીકીમાંથી ભારતીય બનાવટનો ઇંગલિશ દારૂ સુગંધિત સંત્રાની કુલ 96 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ઇંગલિશ દારૂ સુગંધિત સંત્રાની બોટલો અને મોપેડ બાઈક મળી કુલ રૂપિયા 34,800/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસને જોઈ ભાગી છૂટનાર મોપેડ બાઈકના ચાલકને પોલિસ ચોપડે વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application