મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં ગાળકુવા ગામની સીમમાંથી પસાર થતો ખરસી-ધમોડી જતાં રોડ ઉપરથી પોલીસને કંતાનનાં કોથળામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જયારે પોલીસને જોઈને ભાગી છુટેલા બે ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ બપોરનાં સમયે સોનગઢ પોલીસ સ્ટેશનનાં બંધારપાડા આઉટ પોસ્ટ વિસ્તારમાં સરકારી વાહન તથા ખાનગી વાહનમાં પ્રોહી.ગુના અંગેની પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક બાઈક નંબર GJ/26/S/3063 ઉપર બે ઈસમો કંતાનનાં કોથળામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ ખરસી ગામ તરફથી અંદરના રસ્તે ગાળકુવા થઈ ધમોડી તરફ જતા રોડ ઉપર નાકા બંધીમાં હતા. તે દરમિયાન બાઈક ઉપર બે ઈસમો કંતાનનાં કોથળામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈને આવતાં હતા. પરંતુ બંને ઈસમોએ પોલીસેને આવતાં જોઈ ઈંગ્લીશ દારૂનો જથ્થો સ્થળ ઉપર જ મૂકી ફરાર થઈ ગયા હતા.
ત્યારબાદ પોલીસે કંતાનનાં કોથળામાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી કુલ નંગ-264 બોટલો મળી આવી હતી. આમ, પોલીસે વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા 34,800/- અને બાઈકની કિંમત રૂપિયા 50,000/- મળી કુલ રૂપિયા 84,800/-નો મુદ્દામાલ કબ્જે કરી ભાગી છુટેલા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500