મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ટોકરવા ગામનાં મીસ્ત્રી ફળિયામાંથી પોલીસે બાઈક ઉપરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જયારે પર સવાર બંને ઈસમો પોલીસને જોઈ ભાગી છૂટતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ગુરૂવારના રોજ ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન બીટ નંબર 3માં વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગાયસવાર ગામથી ટોકરવા ગામ તરફ એક બાઈક સવાર પોતાની સાથે એક કોથળામાં પ્રોહી. મુદ્દામાલ બાંધી લાવનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ટોકરવા ગામનાં મિસ્ત્રી ફળિયામાં રોડ ઉપર છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે દરમિયાન ગાયસવાર ગામ તરફથી બ્લુ કલરની નંબર વગરની એકટીવા મોટર સાઈકલ આવતાં જોઈ બેટરીનાં ઈશારે બાઈક ચાલકને ઉભી રાખવાનો ઈશારો કરવા છતાં બાઈક પર સવાર બંને ઈસમો અંધારાનો લાભ ઉઠાવી ખેતરોમાં થઈ ભાગી છૂટ્યા હતા.
ત્યારબાદ પોલીસે એકટીવા બાઈકની તપાસ હાથ ધરતા બાકની શીટની નીચે ડીક્કીમાંથી તેમજ બાઈકનાં આગળના ભાગે મુકેલ પ્લાસ્ટિકનાં કોથળામાંથી દારૂની કુલ 192 બોટલો મળી આવી હતી. આમ, પોલીસે બાઈક અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 33,920/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે પોલીસને જોઈ ભાગી છુટેલ બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500