Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : બાઈકમાં બનાવેલ ચોરખાનામાંથી દારૂની બોટલો મળી, બાઈક ચાલક ફરાર

  • July 18, 2023 

સોનગઢ પરોઠા હાઉસ પાસે જાહેર રોડ ઉપરથી પોલીસે બાઈકમાં બનાવેલ ચોરખાનામાંથી દેશી દારૂની બોટલો મળી આવી હતી. સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસોને મળેલ બાતમીના આધારે, પોલીસે શુક્રવારનાં રોજ સાંજે સોનગઢ પરોઠા હાઉસ પાસેથી બાતમીવાળી બાઈક નંબર GJ/26/K/8824ને અઆવતા જોઈ બાઈકને ઉભો રાખવાનો ઈશારો કરવા છતાં બાઈક ચાલક પોતાના કબ્જાનું બાઈક ભાગવા લાગેલ હતો જેથી પોલીસ સ્ટાફના માણસો તેનો પીછો કરતા બાઈક ચાલક થોડે દુર જઈ બાઈક મૂકી ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે બાઈક ચેક કરતા બાઈકની સીટ નીચે અને અંદરનાં ભાગે બનાવેલ ચોખાનામાંથી ભારતીય બનાવટની દેશી દારૂની મહારાજા શોપની કુલ 259 નંગ બોટલો મળી આવીએ હતી જેની કિંમત રૂપિયા 6,4,75/- હતી. આમ પોલીસે દેશી દારૂનો મુદ્દામાલ અને બાઈક મળી કુલ રૂપિયા 36,475/-નો મુદામાલ કબ્જે કરી ભાગી છુટેલ બાઈક ચાલકે વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application