Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં પાટીલ ગેરેજવાળાની પાછળથી દારૂની બોટલો મળી આવી, મહિલા ફરાર થતાં કાર્યવાહી કારાઈ

  • April 10, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વાલોડનાં ચાર રસ્તા પાસેથી પાટીલ ગેરેજવાળાની પાછળ આવેલ રહેણાંક વિસ્તારમાં પોલીસ રેઈડમાં ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ફરતા ફરતા વાલોડ વેડછી સર્કલ પાસે આવતાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાલોડનાં પાટીલ ગેરેજવાળાની પાછળ રહેતી એક મહિલા શોભનાબેન અનિલભાઈ ગામીત ચોરી છુપીથી પોતાના ઘરે ગેરકાયદેસરનું ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યા પર પહોંચતા મહિલા પોલીસની રેઈડ જોઈ સ્થળ ઉપરથી ભાગી છૂટી હતી. ત્યારબાદ પોલીસે ઘરનાં પાછળનાં ભાગે આવેલ પજારીનાં ભાગેથી એક કાપડની થેલીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application