મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં દશેરા કોલોની ખાતે આવેલ કોલેજની પ્રિન્સિપાલ ઓફિસમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ LED ટીવીની ચોરી કરી ગયો હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો હતો.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં દશેરા કોલોની ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની પ્રિન્સિપાલ ઓફિસમાં સમય સવારે 8:00થી બપોરે 3.00 સુધીનો હોય દરરોજ બપોરે પછી કોલેજ બંધ થઈ જાય છે. જોકે ગત તા.1લી જુલાઈએ પણ બપોરે શિક્ષણ કાર્ય પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ કોલેજનાં દરવાજા બંધ કરી ચાલ્યા ગયા હતા.
ત્યારબાદ પાછળથી કોઈ અજાણ્યો ચોર ઈસમ કોલેજની દિવાલ સાથે લગાવેલ લોખંડની જાળી તોડી કોલેજમાં પ્રવેશ્યો હતો. તેને પ્રિન્સિપાલની ઓફિસનું તાળું તોડી પ્રવેશ કરી તમામ સામાન વેર-વિખેર કરી નાખ્યા હતા અને પ્રિન્સિપાલ ઓફિસમાં રાખેલ LG કંપનીની 42 ઇંચની LED ટીવીની જેની કિંમત રૂપિયા 10,000/-ની હતી જેની ચોરી કરી નાસી છૂટ્યો હતો.
જોકે બીજા દિવસે કોલેજ ખુલતા ચોરીનો બનાવ બહાર આવ્યો હતો. બનાવ અંગે કોલેજમાં ફરજ બજાવતા મદદનીશ પ્રાધ્પાપક રાકેશભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500