Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં એલ.સી.બી.નાં દરોડા, બાપા સીતારામમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા

  • July 22, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં બાપાસીતારામમાં ટેકરા ઉપર આવેલ ગણેશગીરી હાટુગીરી ગોસ્વામીના ઘરનાં ઓટલા ઉપર શુક્રવારનાં રોજ મોડી સાંજે તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસોએ પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી તમામની અંગઝડતી અને દાવ પરના રોકડા રૂપિયા મળી 16,980/-અને જુગાર રમવાના સાધનો તથા 6 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 81,980/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી જયેશભાઈ કુંવરની ફરિયાદનાં આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  



પોલીસ દરોડામાં જુગાર રમતા પાંચ જુગારીઓ...

1.વિજેશગીરી સોમગીરી ગોસ્વામી (રહે.બાપાસીતારામ નગર, સોનગઢ),

2.સાહદબ અકબરભાઈ ખાટીક (રહે.બાપાસીતારામ નગર, સોનગઢ),

3.ધનરાજ સાવકારિયા ગાળવે (રહે.ડેપો ફળિયું, સોનગઢ),

4.ગગનગીરી ગોવિંદગીરી ગોસ્વામી (રહે.બાપાસીતારામ નગર, સોનગઢ) અને

5.પ્રશાંતગીરી શંભુગીરી ગોસ્વામી (રહે. બાપાસીતારામ નગર, સોનગઢ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application