મનિષા સુર્યવંશી/વ્યારા : ઉકાઈનાં લીંબી ગામનાં ટેકરા પાસે અજાણ્યા ઈસમોએ લીંબી ગામમાં જમાઈ તરીકે રહેતા શખ્સ ઉપર જાન લેવા હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં તેમનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ઉકાઈનાં લીંબી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા સુરેશભાઇ બાબુભાઇ વસાવાના ઘર પાસેનાં ટેકરા ઉપર તા.31/05/2022નાં રોજ સાડા સાત વાગ્યાનાં અરસામાં છેલ્લા ઘણા વર્ષોથી ઘર જમાઈ તરીકે રાજુભાઇ ધુળજીભાઇ વસાવા (મૂળ રહે.ગોકળ ફળિયું, સોરાપાડા ગામ, તા.સાગબારા, જિ. નર્મદા) રહેતા હતા.
જોકે, કોઇ અજાણ્યા ઇસમોએ માથાનાં ભાગે કોઇક જાન લેવા હથિયાર વડે મારી તથા ગાળા અને છાતીનાં ભાગે નાની મોટી ઇજા પહોંચાડી મોત નીપજ્યું હતું. બનાવ અંગે ધુળજીભાઇ ધોળીયાભાઇ વસાવા (રહે.ગોકળ ફળિયું, સોરાપાડા ગામ, તા.સાગબારા, જિ. નર્મદા) નાએ ઉકાઈ પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500