Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગનાં ધમોડી ગામે ખતેરમાં જુગાર રમતા બે જુગારીઓ ઝડપાયા

  • December 16, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ધમોડી ગામનાં નિશાળ ફળિયામાં પાણીની ટાંકીનાં પાછળનાં ભાગે આવેલ ખુલ્લા ખેતરમાં જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો બુધવારનાં રોજ મોડી સાંજે બંધારપાડા આઉટ પોસ્ટ ઉપર ફરજ ઉપર હાજર હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ધમોડી ગામનો એક ઈસમ ગામનાં નિશાળ ફળિયામાં પાણીની ટાંકીનાં પાછળનાં ભાગે આવેલ ખુલ્લા ખેતરમાં ચોરી છુપીથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો વડે પૈસા વતી હાર જીતનો જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉપર પહોંચી કોર્ડન કરી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા પહેલા ઈસમે પોતાનું નામ દિલીપભાઈ હરજીભાઈ ગામીત (રહે.ધમોડી ગામ, મંદિર ફળિયું, સોનગઢ) અને બીજાએ પોતાનું નામ નવીનભાઈ ઈશાનજીભાઈ ગામીત (રહે.ધમોડી ગામ, નિશાળ ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. આમ પોલીસે સ્થળ ઉપર બંને ઈસમો પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો લખેલ કાપલીઓ અને જુગાર રમવાના સાધનો તથા રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે બંને વિરુદ્ધ જુગાર ધરાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application