મનિષા સુર્યવંશી/વ્યારા : ડોલવણનાં બામણામાળ દુર ગામેથી ઈંગ્લીશ તથા દેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરનારા એક ઈસમ ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે સમયે બેડચીત ગામનાં ત્રણ રસ્તા આવતાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, બામણામાળ દુર ગામમાં વડ ફળિયામાં રહેતા દિલીપભાઈ મગનભાઈ ચૌધરી નાઓ પોતાના ઘરે ઈંગ્લીશ તથા દેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતા સ્થળ ઉપર એક ઈસમ હાજર મળી આવ્યો હતો.
જોકે પોલીસે તેનું નામ પૂછતા દિલીપભાઈ મગનભાઈ ચૌધરી (રહે.બામણામાળ દુર ગામ, વડ ફળિયુ, ડોલવણ) નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ દિલીપભાઈની હાજરીમાં ઘરમાં તપાસ હાથ ધરતા ઘરમાંથી એક કાપડની થેલીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ ધરૂની બાટલીઓ તથા પ્લાસ્ટિકની કેનમાં દેશી દારૂ મળી આવેલ હતો. બનાવ અંગે પોલીસે દિલીપ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500