સોનગઢ ટાઉનમાં આવેલ નેશનલ હાઇવે પરથી મોપેડ બાઈક ઉપર વિદેશી દારૂનું વહન કરનાર ખાબદા ગામના પતિ-પત્ની ઝડપાયા હતા, જયારે દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ બપોરનાં સમયે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સોનગઢ ટાઉનમાં આવેલ નેશનલ હાઇવ-53 ઉપર હાઈવે બ્રિજ ઉપર હતા. તે દરમિયાન એક એક્ટીવા મોપેડ નંબર GJ/19/AQ/8124 ઉપર એક ઈસમ તથા તેની પાછળ બેસેલ એક મહિલા બે સ્કૂલ બેગ તથા બે કાપડની થેલીઓ હોય અને તેઓની ઉપર પોલીસને પ્રોહી. ગુના અંગે જતા તેઓને લાકડીનાં ઇશારે ઊભા રહેવા ઈશારો કરતાં મોપેડ ચાલકે પોતાના કબ્જાની એકટીવા મોપેડ બાઈક હાઇવેનાં સાઈડમાં ઉભી રાખી હતી.
જોકે પોલીસે એકટીવા મોપેડ ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, દિનેશભાઈ રામાભાઇ વળવી અને પાછળ બેસેલ મહિલાનું નામ પૂછતા તેને પોતાનું નામ મીનાબેન દિનેશભાઈ વળવી (બંને રહે.ખાબદા ગામ, આશ્રમ ફળિયું, ઉચ્છલ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મોપેડ બાઈકની વચ્ચેનાં ભાગે મુકેલ કાપડની થેલી તથા ખભા ભાગે લગાવેલ બેગ ઉતારી ચેક કરતા તેમાંથી વગર પાસ પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 192 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 9,600/- હતી. જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ પ્રોહી મુદ્દામાલ ધનસુખભાઈ હળપતિ (રહે.વઢવાણીયા ગામ, તા.બારડોલી, જિ.સુરત)નાં નહીં પહોંચાડવાનો હતો. આમ, પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂ અને 2 નંગ મોબાઈલ અને એકટીવા મોપેડ બાઈક મળી કુલ રૂપિયા 56,600/- મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ પતિ-પત્ની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500