Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં નેશુવડપાડા ગામે જુગાર રમાડનાર એક ઝડપાયો, એક વોન્ટેડ

  • June 22, 2022 

સુર્યવંશી મનિષા/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં નેશુવડપાડા ગામમાં એક ઈસમને વરલી મટકાનાં મિલનમાં બજારમાંથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર હાર જીતનો જુગાર રમી રમાડતા ઝડપી પાડ્યો હતા. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારે બપોરે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નેશુવડપાડા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા એક ઈસમ તેના ઘર બહાર ખુલ્લામાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો લખી હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા ઉપર જઈ રેડ કરતા એક ઈસમ પકડાઈ ગયો હતો.



ત્યારબાદ પોલીસે પકડાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ પંકજભાઈ રતિલાલભાઈ વસાવા (ઉ.વ.27, રહે. નેશુવડપાડા ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ)ના હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ પોલીસે પકડાયેલ ઈસમની અંગઝડતી કરતા જુગારના સાધનો પેન, કાર્બન પેપર, તથા આંકો લખેલ ડાયરી અને 1 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 12,040/-નાં મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.



ત્યારબાદ પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા પંકજ વસાવાએ જણવ્યું હતું કે, મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો લખી રોજ રોજ સુરજીતભાઈ જેના પુરા નામ ઠામની ખબર નથી જેને મોકલે છે આથી પોલીસે આ ગુનામાં સામેલ હોવાથી સુરજીત નાને વોન્ટેડ જાહેર કરેલ હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે પકડાયેલા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application