Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં રાણીઆંબા ગામેથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા, એક વોન્ટેડ

  • November 07, 2022 

સોનગઢ તાલુકાનાં રાણીઆંબા ગામે મુંબઇથી નીકળતાં વરલી મટકાના આંક પર કેટલાક ઈસમો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જોકે આ રેડ દરમિયાન કુલ ચાર ઈસમો ઝડપાઇ ગયા હતાં, જ્યારે આંકડાનું કટિંગ લેનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


મળતી માહિતી અનુસાર, સોનગઢ પોલીસને બાતમી મળી હતી કે, રાણીઆંબા ગામે ટાંકી ફળિયામાં જાહેર રોડ નજીક કેટલાક ઈસમો મુંબઇથી નીકળતાં વરલી મટકાના આંક પર જુગાર રમે છે અને રમાડે છે. જે બાતમીનાં આધારે, રાણીઆંબાનાં ટાંકી ફળિયા નજીક શનિવારનાં રોજ બપોરે પોલીસે રેડ કરતાં સ્થળ ઉપરથી ચાર ઇસમો જુગાર રમતાં મળી આવ્યાં હતાં.


જેમાં અજયભાઈ સુમનભાઈ ગામીત (રહે.ટાંકી ફળિયું, રાણીઆંબા, સોનગઢ), ગોકુળભાઈ મોવલીયાભાઈ ગામીત (રહે.ટાંકી ફળિયું રાણીઆંબા ગામ, સોનગઢ), અમરતભાઈ રવજીભાઈ રાઠોડ (રહે.અંબિકા નગર, રાણીઆંબા ગામ, સોનગઢ) અને રમેશભાઈ મગનભાઈ ગામીત (રહે.પાંડર ફળિયું, રાણીઆંબા ગામ, સોનગઢ) નાને વરલી મટકાના આંક પર જુગાર રમતાં ઝડપી લીધા હતાં.

આ બનાવમાં પોલીસે આંકડાનો જુગાર રમાડી ભેગા કરેલા રોકડા રૂપિયા 7,430/- અને 5 નંગ મોબાઈલ તથા એક બાઈક અને આંકડાના જુગારનું સાહિત્ય સહિત કુલ રૂપિયા 53,430/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધારી હતી, જયારે જયેશ શિમ્પી (રહે.હાથી ફળિયું, સોનગઢ) નાને વોન્ટેડ જાહેર કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application