Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં કુંભીયા ગામે જુગાર રમનાર ચાર જુગારીઓ ઝડપાયા

  • October 07, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડ તાલુકાનાં કુંભીયા ગામે આંબલીના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ સાંજનાં સમયે ખાનગી વાહનમાં બેસી બીટ-2 વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુંભીયા ગામનાં નિશાળ ફળિયાનાં પાછળનાં ભાગે આંબલીનાં ઝાડનાં નીચે કેટલાક ઈસમો પત્તા પાના પૈસાનો હારજીતનો જુગાર રમે છે.




જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ વાળી જગ્યા પર જઈ રેડ કરતા ત્યાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળી પત્તા પાના ઉપર પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોય જેથી પોલીસે કોર્ડન કરી ચાર ઈસમોને જે તે સ્થિતિમાં ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે ઝડપાયેલા ઈસમોની અંગઝડતી કુલ રૂપિયા 800/- તેમજ દાવ ઉપરના રૂપિયા 190/- તથા પત્તા પાના નંગ-52 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




જુગાર રમતા ઝડપાયેલ ચાર ઈસમો..


1.સાહિલ નટુભાઈ ચૌધરી (રહે.લાલ ફળિયું, કુંભીયા ગામ, વાલોડ),

2.યશ અશોકભાઈ ચૌધરી (રહે.નિશાળ ફળિયું, કુંભીયા ગામ, વાલોડ),

3.મહેશ ભીમસીગભાઈ હળપતિ (હળપતિવાસ, કુંભીયા ગામ, વાલોડ) અને

4.અવિનાશ ભાણાભાઈ હળપતિ (રહે.નિશાળ ફળિયું, કુંભીયા ગામ, વાલોડ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application