Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં નારણપુર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

  • June 13, 2024 

મનિષા એસ.સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં નારણપુર ગામનાં સાવરપાડા ફળિયામાં રહેતા વસંતભાઈ ઈંદાભાઈ વસાવા નાઓના રહેણાક ઘરની પાછળ આવેલ ખુલ્લી પજારીના ભાગે જાહેરમાં લાઈટના અજવાળામાં વગર પાસ પરમિટે જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશનના ગાવાણ આઉટ પોસ્ટ વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા.


તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નારણપુર ગામનાં સાવરપાડા ફળિયામાં રહેતા વસંતભાઈ ઈંદાભાઈ વસાવા નાઓના રહેણાક ઘરની પાછળ આવેલ ખુલ્લી પજારીના ભાગે જાહેરમાં લાઈટના અજવાળામાં કેટલાક ઈસમો ગંજી પાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો અને રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


જુગાર રમતા ઝડપાયેલ પાંચ જુગારીઓ...

૧.સમીયેલ ફુલસિંગભાઈ વસાવા (રહે.નારાણપુરા ગામ, બોરડી ફળિયું, ઉચ્છલ),

૨.મુનેશ હુલજીભાઈ ગામીત (રહે.નારાણપુરા ગામ, સાવરપાડા ફળિયું, ઉચ્છલ),

3.વનીલ રૂમાભાઈ ગામીત (રહે.નારાણપુરા ગામ, સાવરપાડા ફળિયું, ઉચ્છલ),

૪.દિનેશ જગુભાઈ કાથુડ (રહે.નારાણપુરા ગામ, સાવરપાડા ફળિયું, ઉચ્છલ) અને

૫.કેલાશ ઈંદાભાઈ વસાવા (રહે.નારાણપુરા ગામ, સાવરપાડા ફળિયું, ઉચ્છલ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application