Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બસમાંથી નીચે પટકાતા વિધાર્થીનાં પગે ફેક્ચર, ST બસનાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • August 29, 2022 

ડોલવણ કોર્ટનાં બેલીફનાં પુત્રની કોલેજનાં પ્રથમ દિવસે બારડોલીથી નવસારી જતી મીની ST બસમાં ચડવા જતા ચાલકની બેદરકારી લીધે બસમાંથી નીચે પટકાતા પગે ફેક્ચર થયું હતું. બનાવ અંગે કોર્ટનાં બેલીફે ST ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારાનાં વેગી ફળિયામાં રહેતા અને ડોલવણ કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ છોટુભાઈ રાઠોડ નાંઓનો  પુત્ર જય ગત તા.18 ઓગસ્ટનાં રોજ કોલેજનો પ્રથમ દિવસ હોવાથી નવસારી ખાતે Bscમાં કોલેજમાં જવા માટે બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ પરથી નવસારી જતી મીની ST બસ GJ/18/Z/5763માં ચડી રહ્યો હતો.




તે સમયે બસનાં ચાલકે એકાએક બસ હંકારી મુકતા જય બસમાંથી નીચે પટકાયો હતો અને આ ઘટનામાં જયને ડાબા પગમાં ગંભીર ઇજાઓ આવી હતી. તેમજ જયને 108ની મદદથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા જયને ડાબા પગે ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું હતું. ઘટના અંગે ડોલવણ કોર્ટનાં બેલીફ મુકેશભાઈ રાઠોડએ બારડોલી પોલીસ મથકમાં ST બસનાં ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application