કુકરમુંડા તાલુકામાં સદગવાણ ગામના બસ સ્ટોપ પાસે મહારાષ્ટ્રનાં પ્રકાશાથી તલોદા તરફ જતા રસ્તા ઉપર સુરત વિભાગની પ્રોહી. ટીમનાં ચેકીંગ દરમિયાન રૂપિયા 4.70 લાખનો દારૂ ભરીને કરજણ જતો ટેમ્પોને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કુકરમુંડાનાં સદગવાણ ગામનાં બસ સ્ટોપ પાસે પ્રકાશાથી તલોદા તરફ જતા રસ્તા ઉપર ચેકીંગ દરમિયાન સુરત વિભાગ પ્રોહિ. ડ્રાઈવની ટીમ દ્વારા ટાટા કંપનીનો 909 ટેમ્પો નંબર MH/04/DS/7155ને અટકાવી ચાલક સતપાલસિંગ સંધુ (ઉ.વ.27) નાને નીચે ઉતાર્યો હતો.
ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતા ટેમ્પો ચાલકે ખોટા બીલ પુરાવા રાખી સાચા તરીકે ઉપયોગ કરીને દારૂ લાવી તથા વોન્ટેડ સુરેશ રહેવાસી ઉધના જેમનું સરનામું ખબર નહી જેઓ ટેમ્પોમાં સેલવાસથી પ્રોહી. મુદ્દામાલ ભરાડાવીને ભરત (રહે.કરજણ)ના ત્યાં પોહચાડવાનાં ઈરાદે એકબીજાની મદદગારી કરીને ગુનો કરેલ હોય, ટેમ્પો અંદરથી દારૂની બોટલો 112 પૂઠાનાં બોક્ષમાં ભરેલ બાટલી નંગ 4644 બોટલો મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા 4,70,400/- સહીત ચાલકના અંગઝડતી રોકડા 3,000/- તથા 2 નંગ મોબાઇલ અને ટાટા ટેમ્પો મળી કુલ રૂપિયા 14,78,900/-નો મુદ્દામાલને કબજે કરી તથા સેલવાસથી દારૂ ભરાવનાર સુરેશ તથા મંગાવનાર ભરતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500