Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે ડોસવાડા ગામનો ઈસમ ઝડપાયો

  • June 28, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં ચાંપવાડી ગામનાં જાહેર રોડ ઉપરથી વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો રવિવારે સવારે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.




તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચાંપવાડી ગામમાં આવેલ જાહેર રોડ ઉપરથી એક ઈસમ નંબર વગરની કાળા કલરની પલ્સર-૨૨૦ મોટરસાઈકલ ઉપર કંતાનનાં કોથળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલીઓ ભરી નીકળનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો ચાંપવાડી ગામમાં આવેલ જાહેર રોડ ઉપર વોચમાં ઉભા હતા.




તે દરમિયાન બાતમીવાળી મોટર સાઈકલ આવતાં જોઈ પોલીસે ઈસમને લાકડીનો ઈશારે મોટર સાઈકલને ઉભી રખાવી હતી અને પછી પોલીસે ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ સુરેશભાઈ નગિનભાઈ ગામીત (ઉ.વ.40, રહે.ડોસવાડા ગામ, બંગલી ફળિયું, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મોટરસાઈકલ ઉપર મુકેલ કંતાનનાં કોથળામાં તપાસ કરતા ત્રણ ખાખી પૂંઠાનાં બોક્ષ મળી આવ્યા હતા.




જેમાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 144 બોટલો મળી આવી હતી. આમ, પોલીસે મોટરસાઈકલ જેની કિંમત રૂપિયા 40,000/- અને દારૂની કુલ 144  બોટલો જેની કિંમત રૂપિયા 14,400/- મળી કુલ રૂપિયા 54,400/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application