Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં ક્રિકેટ પર સટ્ટો રમાડનાર એક રૂપિયા 7.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો, પાંચ વોન્ટેડ

  • December 03, 2023 

વ્યારાનાં કાનપુરામાં અનાજ કરિયાણાની દુકાનના ગોડાઉનમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની 20-20 ક્રિકેટ મેચ ઉપર સટો જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે વ્યારા પોલીસે સ્થળ પર જઈ રેડ એકને ઝડપી પાડી કુલ રૂપિયા 7,19,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે અન્ય પાંચ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.



મળતી માહિતી મુજબ, વ્યારા નગરના કાનપુરા વિસ્તારમાં સિદ્ધશીલા એપાર્ટમેન્ટ પ્લેટ નંબર-703માં રહેતા આશિષભાઈ રતિલાલ શાહ (ઉ.વ.46) પોતાની અનાજ કરિયાણાની દુકાન ગોડાઉનમાં તારીખ 01/12/2023નાં  રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી 20-20 ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની બાતમી વ્યારા પોલીસને મળતા પી.આઇ. તથા સ્ટાફે સ્થળ પર જઈ રેઈડ કરી જ્યાં હાજર આશિષ શાહ પાસેથી રોકડ રકમ રૂપિયા 7,17,400/- તથા મોબાઈલ મળી કુલ રૂપિયા 7,19,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ક્રિકેટ સટ્ટો રમતા નિર્મલ (રહે.સોનગઢ), સંજયભાઈ (રહે.બારડોલી), કિરીટભાઈ (રહે.વ્યારા), હરિભાઈ (રહે.વડોદરા), કલ્પેશ નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application