મનિષા સુર્યવંશી/વ્યારા : પોલીસ અધિક્ષક તાપી તથા નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ, વ્યારા નાઓ દ્વારા હાલમાં વિધાન સભા સામાન્ય ચુંટણી અન્વયે તાપી જિલ્લામાંથી થતી દારૂની હેરાફેરી થતી અટાકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે પી.આઈ. સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારનાં રોજ સવારે પ્રોહી.લિસ્ટેડ બુટલેગર તેમજ પ્રોહી.ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો ઉપર વોચ રાખી પેટ્રોલીગમાં હતા.
તે સમય દરમિયાન મળેલ ખાનગી બાતમીનાં આધારે, સોનગઢ તાલુકાનાં બોરદા ગામનાં મંદિર ફળિયામાં રહેતા પ્રકાશભાઈ અમરચંદ શર્મા નાઓને કોટીયાભાઈ જોલાભાઈ વળવી (રહે.બોરદા ગામ, મંદિર ફળિયું, સોનગઢ) નાઓના મકાનમાં ગોડાઉન બનાવી તેમાં ઈંગ્લીશ દારૂ તથા હાથ ભઠ્ઠીનો દેશી દારૂ બનાવાનો સામાન રાખી વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર જઈ ગોડાઉનમાં તપાસ હાથ ધરતા ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની પેટીઓ તથા પ્લાસ્ટીકનાં કોથળામાં બીયર ટીન આવેલ હતા.
આમ, પોલીસે ઈંગ્લીશ દારૂની કુલ 129 નંગ બોટલો જેની કિંમત રૂપિયા કુલ 12,300/- અને ભઠ્ઠીનો દેશી દારૂ બનાવવાનો સામાન એક કિલો નવસાર તેમજ અખાદ્ય ગોળ જેની કિંમત રૂપિયા 5,400/- તથા મહુડાનાં ફૂલ 13,650/- કિલો જેની કિંમત રૂપિયા 2,73,000/- મળી કુલ રૂપિયા 2,90,720/-નો મુદ્દામાલ જપ્ત કરી પ્રકાશ અમરચંદ શર્માને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500