વ્યારાનાં સહયોગ ફાઇનાન્સનાં પ્રોપાઇટર દ્વારા વ્યારાનો યુવક તથા અન્ય સાથે લોન આપવાના બહાને સભ્ય ફી, પ્રોસેસિંગ ફી તથા ડિપોઝિટ ફી તેમજ એડવાન્સ હપ્તાનાં નામે રૂપિયા ઉઘરાવી લોન મંજૂર કર્યા બાદ ઉંચા દરે પેનલ્ટીની રકમ લગાવીને વસૂલ કરવા સતામણી કરી તથા છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વ્યારા નગરનાં બેથેલ કોલોનીમાં રહેતા નિમેશભાઈ નવીનભાઈ ગામિતે સહયોગ ફાઈનાન્સનાં પ્રો.દિંગતભાઈ ઈશ્વરભાઈ ગામીત (હાલ રહે. હાઇપર સીટી, સ્ટેશન રોડ, વ્યારા, મૂળ રહે.ઉમરકચ્છ) સામે પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું છે કે, દિંગતભાઈ ગામીત દ્વારા લોન આપવાના બહાને ઇરાદાપૂર્વક અગાઉથી કાવતરું રચી રૂપિયા 5,000/-ની લોન આપવાના શરૂઆતમાં નિમેશભાઈ પાસે સભ્ય ફી પેટે રૂપિયા 1500/- લીધા હતા.
ત્યારબાદ બેંક ખાતાના કોરા સહીવાળા ચેકો જમા લઈ લીધા હતા તેમજ બેંક ખાતાનાં લોન પેટે મંજુર થયેલ રૂપિયા 5000/-ને બદલે બેંક ખાતામાં ફક્ત 4,500 લોન પેટે જમા કરેલ હતા. તે પછી લોનના હપ્તા રેગ્યુલર ન ભરવાના બહાના હેઠળ લોનની મુદત રકમ કરતાં ખૂબ ઊંચા દરે પેનલ્ટી લગાડી અને ઊંચા દરે લગાડેલી પેનલ્ટીની રકમ વ્યાજ સહિત કુલ રકમની ઉઘરાણી માટે ઘરે રિકવરી એજન્ટ મોકલી ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરી સતામણી કરતા હતા અને હપ્તાની રકમ પેનલ્ટીની રકમ સહિત ના ભરે તો સહીવાળા ચેકોમાં મોટી રકમ ભરી ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ કરવાની ધમકીઓ આપી ખોટી રીતે ફસાવી દેવાની ધમકીઓ આપી પૈસા પડાવ્યા હતા.
જયારે લોન મંજુર કરવા કોઈ પ્રકારનો ફાઇલ ચાર્જ લઈ શકે નહીં કે લોન પેટેની રકમ રૂપિયા 20,000/-થી વધુ રોકડમાં ચૂકવી શકે નહીં તેમ જાણવા છતાં સહયોગ ફાઈનાન્સના પ્રોપાઇટર દિંગતભાઈ ઈશ્વરભાઈ ગામીત દ્વારા વિવિધ ફી તથા એડવાન્સમાં હપ્તાના નામે રૂપિયા ઉઘરાણી લોન મંજૂર કરવાનો વિશ્વાસ ભરોસો આપી લોન મંજૂર કર્યા પછી ખૂબ ઊંચા દરે પેનલ્ટી રકમ લગાડી પેનલ્ટીની રકમ વસૂલ કરવા સતામણી કરી તેમજ અન્યની લોનની રકમ મંજૂર ન કરી છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ નિમેષભાઈ ગામિત નાએ આપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500