Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં બોરખડી ગામે મહિલાનાં ખેતરમાં ખેડી નુકશાન પહોંચનાર બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ

  • November 18, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં બોરખડી ગામે એક મહિલાનાં ખેતરમાં ખેડી નુકશાન પહોંચનાર બે ઈસમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં બોરખડી ગામનાં મોટુ ફળીયામાં અશ્વિનભાઇનાં ઘરનાં આંગણામાં ગુરૂવારનાં રોજ બપોરનાં સમયે સ્નેહાબેન રશ્વિનભાઇ ચૌધરી નાઓની બોરખડી ગામે આવેલ જમીન ખાતા નં.૩૪૯ સર્વે નં.૧૨૦૦, ૧૨૦૪, ૧૨૩૦ જે પૈકી ૧૨૦૦ વાળી જમીનમાં શેરડી તથા તુવેરનો પાક કરેલ હતો.



પરંતુ આ જમીનમાં અશ્વીનભાઇ ઢેડાભાઇ ચેોધરી અને અર્પિતભાઇ અશ્વિનભાઇ ચેોધરી (બંને રહે.બોરખડી ગામ, મોટુ ફળીયું, તા.વ્યારા) નાઓએ ખેડી નાખી નુકશાન કરેલ હતું જે બાબતે સ્નેહાબેન અશ્વીનભાઇ અને અર્પિતભાઇ નાઓના ઘરે કહેવા ગયા હતા. તે સમયે બંને જણા એકદમ ઉશકેરાય જઇ સ્નેહાબેન તથા તેમની માતા-પિતાને બિભત્સ ગાળો બોલી અને આ જમીન હવે પછી ખેડશો તો પતાવી દઇશ તેવી ધમકી આપી હતી.



તેમજ અશ્વીનભાઇએ સ્નેહાબેનને માથાનાં ભાગે પીયુસી પાઇપનો ફટકો માર્યો હતો જેના કારણે તેમણે બે ટાંકા પણ આવ્યા હતા અને સુધાબેનને પણ કપાળનાં ભાગે પાઇપનો એક ફટકો માર્યો હતો જેના કારણે તેમણે પણ ત્રણ ટાંકા આવેલ હતા તથા રશ્વિનભાઇને પણ હોઠનાં ભાગે એક ફટકો મારી દીધો હતો. જોકે અર્પિતભાઇએ સ્નેહાબેનનાં હાથમાનો મોબાઇલ ફોન ઝુટવી લઇ ઘરની દિવાલ પર ફેંકતા મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો. બનાવ અંગે વ્યારા પોલીસ મથકે સ્નેહાબેન ચૌધરીએ બંને ઈસનો વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application