Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા ‘સોનગઢ કિલ્લા’ની સફાઈનું અભિયાન યોજાયું

  • October 07, 2022 

સોનગઢ ખાતેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ‘આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત’ રાષ્ટ્રિય યોજના NSSનાં વિદ્યાર્થીઓ અને નગરપાલિકા સોનગઢનાં સહયોગથી સોનગઢ કિલ્લા પર દશેરાના મેળા બાદ પ્લાસ્ટિક તથા અન્ય કચરાના નિકાલ માટે આજરોજ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલી સ્વરૂપે કિલ્લાસુધી "પ્લાસ્ટિક ફ્રી સોનગઢ કિલ્લો" અભિયાનની શરૂઆત થઈ.




જેમાં કોલેજનાં આચાર્ય રાજેશ પટેલ તથા પ્રોગ્રામ ઓફિસર પ્રા.રાકેશભાઈ ગામીત અને મનેશ બારે તથા કોલેજનાં સમગ્ર સ્ટાફે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તમામ સ્વયં સેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સોનગઢનાં કિલ્લાને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ કરવામાં આવ્યો હતો. સાથે-સાથે કિલ્લાપર આવતા પ્રવાસીઓને પણ પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે કિલ્લાની તળેટીમાં સ્વયં સેવકો માટે કોલેજ તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application