મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં પારેખ ફળીયામાંથી વગર પાસ પરમીટે કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી, જયારે કાર માલિકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી રવિવારનાં રોજ બપોરનાં સમયે પ્રોહી.પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, દારૂનાં સાથે સંકળાયેલ વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઈ પાટીલ (રહે. શિવશક્તિ નગર, સોનગઢ)નો સોનગઢનાં પારેખ ફળિયામાં સફેદ કલરની એક મારૂતિ સુઝુકી કંપનીની બ્રેઝા કારમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરેલ છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પહોચી કાર નંબર GJ/26/AB/4345માં તપાસ કરતા પાછળની સીટ ઉપર ખાખી 20 પુંઠાનાં બોક્ષ મળી આવ્યા હતા અને તેમાંથી ઈંગ્લીશ દારૂની કુલ 960 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે કાર જેની કિંમત રૂપિયા 5 લાખ અને ઈંગ્લીશ દારૂની 960 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 48,000/- મળી કુલ રૂપિયા 5,48,000/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે કાર મૂકી ભાગી જનાર વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઈ પાટીલ નાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500