મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં નાની ચીખલી ગામે પોલીસ રેડમાં બુટલેગરનાં ઘરની પાછળ પજારીનાં ભાગેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી, જયારે બુટલેગર ઘરે હાજર નાં મળી આવતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ બપોરનાં સમયે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ફરતા ફરતા નાની ચીખલી ગામનાં નવું ફળિયામાં રહેતા પ્રોહી. બુટલેગર હસમુખભાઈ ઉર્ફ બીપીન નાનુભાઈ ગામીતનાં ઘરે પ્રોહી. મુદ્દામાલ બાબતે રેડ કરતા ઘરે કોઈ હાજર મળેલ ન હતા. ત્યારબાદ પોલીસે ઘર તથા આજુબાજુમાં તપાસ કરતા વગર પાસ પરમીટે ઘરની પાછળ પજારીનાં ભાગે એક પ્લાસ્ટીકનાં કાળા કલરની મોટી કોથળીમાં ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 57 નંગ છૂટક બાટલીઓ મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા 3,600/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી પ્રકાશભાઈ વસાવાની ફરિયાદનાં આધારે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી, જયારે ઘરે ન મળી આવેલ બુટલેગર હસમુખ ઉર્ફ બીપીન ગામીત નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500