સુરતનાં માંડવી તાલુકાનાં રાજવડ ગામે ટેકરી ફળીયામાં રહેતો યુવક કણજા માંડવી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અજાણ્યા વાહને અડફેટે લેતાં માથા તેમજ શરીરનાં ભાગે ગંભીર ઈજા પોહચતાં મોત નીપજ્યુ હતુ. મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાનાં પાનવાડીની ઓટો ગેરેજ પરથી કામ કરી રાજવડ ગામે બાઈક નંબર GJ/26/L/0073 ઉપર કણજા ગામેથી યોગેશભાઈ ગંજીભાઈ ચૌધરી (રહે. ધાસીયામેઢા, નવી વસાહત, સોનગઢ) નાઓ વ્યારા-માંડવી રોડ પરથી પસાર થતો હતો.
તે સમયે રાત્રીનાં સમયે કણજા ગામે ત્રણ રસ્તા તરફથી સાત ભુત જવાના રોડ તફરથી એક અજાણ્યો વાહન પુરઝડપે આવી મોટરસાયકલને અડફેટમાં લેતાં યોગેશભાઈ પડી જતા ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યુ હતુ. બનાવ અંગે ગંજીભાઇ ચૌધરી (હાલ રહે.રાજવડ ગામ, ટેકરી ફળીયુ, માંડવી જી.સુરત, મુળ રહે.ધાસીયામેઢા, નવીવસાહત ફળીયુ, સોનગઢ) નાએ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500