મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં મહાદેવ નગરમાં રહેતો અને કાકરાપાર ટાઉનશીપમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો 37 વર્ષીય શખ્સનું ટ્રક પાછળ બાઈક અથડાવી દેતા અકસ્માત સર્જાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારાનાં કણજા ફાટક પાસે કાકરાપાર-વ્યારા રોડ ઉપર શિવમ પશુ આહાર શોપની પાસે શનિવારનાં રોજ રાત્રીનાં સમયે એક અજાણ્યો પોતાના કબ્જાનો ટાટા ટ્રક નંબર GJ/21/Y/7961ને રસ્તાની વચ્ચે બેદરકારી પૂર્વક પાર્ક કરી કર્યો હતો. જોકે આ ટ્રક પાછળ કોઈપણ જાતની આળસ રાખી ન હતી અને ક્લીનરને સિંગ્નલ બતાવવા પણ ઉભો રાખ્યો ન હતો.
તેમજ ટ્રકનાં પાછળ કોઈપણ જાતની સિંગ્નલ લાઈટ ચાલુ નહીં રાખી ટ્રકને પાર્ક કર્યું હતું. જોકે આ સમય દરમિયાન વિજયભાઈ ગોવિંદભાઈ ગામીત (રહે.મહાદેવ નગર, વ્યારા) નાને અંધારામાં ટ્રક નહીં દેખાતા ટ્રકની પાછળનાં ભાગે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/D/2956ને અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં વિજયભાઈનાં માથાનાં ભાગે તથા કપાળનાં ભાગે ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં મોટા ભાઈ અજયભાઈ ગામીતનાએ તારીખ 18/06/2023નાં રોજ વ્યારા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application