નિઝરનાં રૂમકીતલાવ ગામનાં શ્રીરામ મંદિર ફળિયામાં રહેતા હર્ષદકુમાર ખેમરાજભાઈ નાઈક નાંઓ જેઓ છેલ્લા બે વર્ષથી નિઝર તાલુકા પંચાયત સિનિયર કલાર્ક તરીકે નોકરી કરી મારું તથા મારા માતા-પિતાનું ગુજરાન ચલાવું છું. જોકે તેઓ ગત તારીખ 08/૦૩/2024નાં રોજ મહાશિવરાત્રિ મેળો હોવાથી રાત્રીનાં સમયે બાઈક નંબર GJ/26/P/8644ને લઈ નવી ભીલભવાલી ગામમાં સોંગાડિયા પાર્ટીનું આયોજન કરેલ હોવાથી અનિલભાઈ વળવીનાં મકાનની નજીક ખુલ્લી જગ્યામાં બાઈક પાર્ક કર્યું હતું જોકે પરત ફરી જોતા બાઈક જગ્યા પર ના હતી જેથી મેળામાં આજુબાજુ શોધ ખોળ હાથ ધરી હતી તેમજ આસપાસ પણ બાઈક શોધતા બાઈક ના મળી હતી જેથી રૂપિયા 25,000/-ની બાઈક ચોરી અંગેની ફરિયાદ હર્ષદકુમાર નાઈક નાએ તારીખ 16/૦૩/2024નાં રોજ નિઝર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application