Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુહારી ગામે મેન બજારમાં મોપેડ બાઈક સ્લીપ થતાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

  • June 23, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડ તાલુકાનાં પેલાડ બુહારી ગામનાં મોરા ફળિયામાં રહેતા ધર્મેશભાઈ મગનભાઈ પટેલ નાઓ ગત તારીખ 11/06/2023નાં રોજ મોડી સાંજે પોતાના કબ્જાનું મોપેડ હોન્ડા એકટીવા બાઈક નંબર GJ/26/AC/9689ને બુહારીનાં મેન બજાર આરાધનાં ફ્લોરમીલ પાસે રોડ ઉપર પૂરઝડપથી અને બેદરકારીપૂર્વક હંકારી લઈ જતાં સમયે અચાનક જોરથી બ્રેક મારી દેતા મોપેડ બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેથી ધર્મેશભાઈ પટેલ નાને શરીરને તથા માથામાં સખત ઈજા પહોંચાડી સારવાર દરમિયાન સુરત યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ અડાજણમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે મગનભાઈ કલ્યાણભાઈ પટેલ નાએ ગત તા.21/06/2023નાં રોજ વાલોડ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદનાં આધારે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application