Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : પાર્ક કરેલ ટ્રેક્ટર પાછળ બાઈક ધડાકાભેર અથડાતાં અકસ્માત : બાઈક ચાલકનું મોત, બે મહિલા ઈજાગ્રસ્ત

  • September 08, 2022 

વ્યારા તાલુકાનાં ઝાંખરી ગામ તરફ જતા રોડ ઉપર ડોલારા ગામે ડુંગરી ફળીયામાં પાર્ક ટ્રેક્ટર સાથે બાઇક અથડાતાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડોલારાથી ઝાંખરી ગામ તરફ જતાં રોડ ઉપર ગત તા.6/9/2022નાં રોજ સવારે ટ્રેક્ટર નંબર GJ/26/N/6421), ટ્રોલી રજી નંબર GJ/26/T/5338નાં ચાલકે રસ્તા પર ટ્રેક્ટર ઉભુ રાખી સુચક ચિન્હો મુક્યાં ન હતા.




જોકે તે અરસામાં બાઇક નંબર GJ/26/F/7146 ઉપર પેરવડથી વ્યારા તરફ આવતા સુરેશભાઇ બાબુભાઇ ગામીત (ઉ.વ.42) અને તેમની સાથે સંગીતાબેન ગામીત, સંજનાબેન ગામીત (ત્રણેય રહે. પેરવડ ગામ, નિચલુ ફળીયુ) નાની બાઇક રોડ ઉપર ઉભેલા ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. જયારે આ અકસ્માતમાં ત્રણેય રોડ ઉપર ફેંકાયાં હતાં જેમાં બાઇક ચાલક સુરેશભાઇ ગામીતને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે સંગીતાબેન ગામીત અને સંજનાબેન ગામીત નાને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application