વ્યારા નગરમાં ઉજવાતા ગણેશ ઉત્સાવમાં આ વર્ષે પણ 250થી વધુ નાની મોટી પ્રતિમા નદીમાં વિસર્જન હાથ ધરશે છે. જેમાં નાની ગણેશની મૂર્તિના વિશર્જન નદીમાં ન થાય એ માટે વ્યારા નગરપાલિકા દ્વારા ખટારી ફળિયા ખાતે એક 8 ફૂટ ઊંડું કુત્રિમ તળાવ બનાવ્યું હતું. જેમાં નાની મૂર્તિઓનું વિસર્જન કરશે. વ્યારા નગર ખાતે મોર્ટી મૂર્તિઓને વ્યારાથી 10 કિમી દૂર ટીચકીયા ગામમાં પસાર થતી ડોલારા નદીમાં વિશર્જન કરશે. જેમાં મોટી POPની મૂર્તિઓ સોનગઢ ખાતે અંબિકા સ્ટોન કવોરી ખાતે વિશર્જન કરવા આવશે.
વ્યારા પાલિકા દ્વારા નાની મૂર્તિઓના વિશર્જન માટે વ્યારા નગર ખાતે આવેલ ખટારી ફળિયા ખાતે 50 ફૂટ લંબાઈ, 40 ફૂટ પહોળાઈ અને 8 ફૂટ ઊંડાઈ ધરાવતું કૃત્રિમ ખાડો બનાવ્યો છે, જેમાં પાલિકા દ્વારા પાણી ભરી દેવાયું છે. નગરની 100થી વધુ નાની પ્રતિમાઓ કુત્રિમ તળાવમાં વિશર્જન કરશે. પાલિકા દ્વારા વિશર્જનના દિવસે કુત્રિમ તળાવ નજીક લાઈટ, પોલીસ બંદોબસ્ત, સ્થાનિક નગર પાલિકાનાં ફાયર વિભાગના તરવૈયાઓના મદદ સહીત સુવિધા સાથે સજ્જ કરાશે. પાલિકાના કૃત્રિમ તળાવની કામગીરીના કારણે નાની મૂર્તિ ધારકોમાં ભારે આનંદ છવાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500