Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્વીપ એકટીવીટી અંતર્ગત ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ઉચ્છલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • November 18, 2022 

આવનારી વિધાનસભા ચુંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગ રૂપે સ્વીપ એકટીવીટી અંતર્ગત ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ઉચ્છલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાનાં આચાર્યના માર્ગદર્શન હેઠળ ચિત્ર સ્પર્ધા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.




આ કાર્યક્રમમાં સંસ્થાંનાં તમામ કર્મચારીઓ તેમજ તાલીમાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લોધો હતો. કાર્યક્રમમાં નોડલ અધિકારી તેમજ કાર્યક્રમનાં લાયઝન અધીકારી પ્રિતીબેન રાણાએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામા વધુમાં વધુ મતદાન થાય, દરેક મતદાર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તેવી જાગૃતિ લાવવી જરૂરી છે. તેમણે તાપીવાસીઓ ને 1લી ડિસેમ્બરે અચૂક મતદાન કરવા જાહેર અપીલ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application