મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવેને અડીને આવેલ પેટ્રોલ પંપની સામે એક ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી અડફેટે લેતાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં પાથરડા ગામનાં માછલી તળાવ ફળિયામાં રહેતા રાયસિંગભાઈ ચેમાભાઈ ગામીતનો 35 વર્ષીય દિકરો રાકેશભાઈ મોડી રાત્રે યુનીકોન બાઈક નંબર GJ/26/AF/8535 લઈને ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 53 ઉપરથી પસાર થઇ રહ્યા હતા.
તે સમયે એક ટ્રક નંબર RJ/18/GB/4720નાં ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રાકેશભાઈની બાઈકને પાછળથી ટક્કર મારી અડફેટે લેતાં બાઈક ચાલક રાકેશભાઈ રોડ ઉપર પટકાઈ ગયા હતા. જોકે આ અકસ્માતમાં રાકેશભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સોનગઢ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે રાકેશભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે રાયસિંગભાઈ ગામીત એ સોનગઢ પોલીસ મથકે ટ્રક ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500