Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : દારૂની બોટલો સાથે મહારષ્ટ્રનો ઈસમ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • December 06, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં ગુણસદા ગામનાં નવાગામ ફળિયાનાં ત્રણ રસ્તા ઉપરથી એક બાઈક ચાલક પાસેથી ઈંગ્લીશ તથા દેશી દારૂની બોટલો મળી આવી હતી. મળતી માહિતી મુજબ, ઉકાઈ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ સાંજે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ફરતા ફરતા ગુણસદા નવાગામ ફળિયામાં ત્રણ રસ્તા પાસે આવતાં ત્યાં આગળ પાંખરી ગામ તરફથી એક બાઈક નંબર GJ/26/B/3120 ઉપર એક ઈસમ કાપડની થેલી આગળ મુકીને આવતાં જોઈ પોલીસેને ઈસમ ઉપર પ્રોહી. અંગેની શંકા જતા બાઈક ચાલકે ઉભો રખાવી હતી.




ત્યારબાદ તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, જયેશભાઈ પીરમભાઈ ગોસાવી (રહે.નવાપુર, તીન ટેમ્બા, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કાપડની થેલીમાં તપાસ કરતા થેલીમાંથી ઈંગ્લીશ તથા દેશી દારૂની કુલ 17 નંગ બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે જયેશ ગોસાવી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application