મનિષા સુર્યવંશી/વ્યારા : ડોલવણ ગામે સાંઈનાથ હોટલની સામે ઉનાઈ તરફ જતા રોડ ઉપર એક અજાણ્યા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી મોટરસાઈકલ અથડાતા મોટરસાઈકલ ચાલકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરાઈ હતી.
મળતી માહિતી મુજબ ડોલવણ ગામે સાંઈનાથ હોટલની સામે ઉનાઈ તરફ જતા રોડ ઉપરથી સોમવારનાં રોજ ધર્મેશભાઈ પ્રવીણભાઈ ચૌધરી (ઉ.વ.32, રહે.પાઠકવાડી ગામ, ઉચી ફળિયું, ડોલવણ) નાઓ પોતાના 10 વર્ષીય પુત્ર શિવ સાથે મોટરસાઈકલ નંબર GJ/26/Q/4230ને લઈ નીકળ્યા હતા.
તે દરમિયાન એક અજાણ્યો ટ્રક નંબર GJ/16/AV/7839નો ચાલક પોતાના કબજાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમજ પાછળ જોયા વગર અચાનક બ્રેક મારી દેતા ધર્મેશભાઈ ટ્રકમાં અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં ધર્મેશભાઈ રોડ ઉપર પડી જતા માથાનાં આગળ કપાળનાં ડાબી બાજુએ ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, જયારે 10 વર્ષીય પુત્રને શરીરે સાધારણ ઈજા પહોંચી હતી. બનાવ અંગે ડોલવણ પોલીસ મથકે સુનીલભાઈ મોહનભાઈ ચૌધરીએ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500