કુકરમુંડા તાલુકાનાં નિભોરા ગામનાં રહેતો 19 વર્ષીય યુવકને તેમના પિતા દ્વારા પાળેલ ઘોડાને હાઇવે ઉપર ફરાવવા નહી જણાવતા પુત્રને મનમાં ખોટું લાગી આવતા પોતના ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો અને હથોડા ગામની સીમમાં આવેલ તાપી નદીનાં પુલ ઉપર બાઈક મૂકીને પુલ ઉપરથી તાપી નદીનાં પાણીમાં છલાંગ લગાવી હતી. જયારે યુવકનો મૃતદેહ બે દિવસ પછી જુના આશ્રાવા ગામની સીમમાં તાપી નદીનાં પાણીમાંથી મળી આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કુકરમુંડાનાં નિભોરા ગમે રહેતા સંદિપભાઇ પ્રકાશભાઇ પાટીલ (ઉ.વ.19) ગત તા.17/07/2022 નારોજ તેમના પિતા પ્રકાશભાઇ ધર્માભાઈ પાટીલ દ્વારા તેમના પાળેલા ઘોડાને હાઇવે ઉપર ફરાવવા નહી જણાવતા પુત્ર સંદિપને મનમાં ખોટુ લાગી આવતા ઘરેથી મોટરસાઇકલ લઈને નીકળી ગયેલ અને હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદી ઉપર બનાવેલા પુલ પર મોટરસાઇકલ મૂકીને તાપી નદીના ઉંડા પાણીમાં કૂદી જતાં ડુબી ગયો હતો.
ત્યારબાદ યુવકનો મૃતદેહ કુકરમુંડાનાં જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીનાં કિનારે નદીનાં પાણીમાં મળી આવ્યો હતો. બનાવ અંગે મરણ જનારનાં પિતા દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા નિઝર પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500