Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં કણજા ગામનાં યુવકનું મોત

  • November 17, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં કણજા ગામની સીમમાં બે બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં કણજા ગામનાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ પ્રથમ ખટોદરા પોલીસ મથકે દાખલ થયા બાદ તા.16/11/2022નાં રોજ કાકરાપાર પોલીસ મથકે બનાવ દાખલ થયો છે. મળતી માહિતી અનુસાર, વ્યારાનાં કણજા ગામનાં ગોવર્ધન ફળિયામાં રહેતા સાકાભાઇ કોલિયાભાઇ ચૌધરીનો દિકરો વિનેશભાઇ સાકાભાઇ ચૌધરી (ઉ.વ.35) નાઓ પોતાના કબ્જાની મોટર સાઈકલ લઇ ગત તા.18/10/2022નાં રોજ સવારે 9.00 કલાકે ઘરેથી ખેતરે જવા માટે નીકળ્યો હતો.




તે સમયે ઘરની સામે વ્યારા-માંડવી રોડ ઉપર એક અજાણ્યો મોટર સાઈકલનો ચાલક પોતાની કબજાની મોટર સાઈકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વિનેશભાઇને અડફેટમાં લેતા તેમને માથાનાં તથા પગનાં ભાગે ગંભીર ઇજા થતા બેભાન થઈ જતા સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પીટલ ખાતે લઈ આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે નવી સીવીલ હોસ્પીટલ સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વિનેશભાઇનું સારવાર દરમિયાન 18/10/2022નાં રોજ સાંજે 4.00 કલાકે મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક યુવકનાં પિતા સાકાભાઇ ચૌધરીની ફરિયાદનાં આધારે ખટોદરા પોલીસ સ્ટેશનથી 0 નંબરથી ફરિયાદ દાખલ કરી તા.16/11/2022નાં રોજ કાકરાપાર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application