Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ST બસ સ્ટેશન પાસેથી નવાપુરનો યુવક વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપાયો

  • July 07, 2022 

મનિષા સુર્યવંશી : સોનગઢ ST બસ સ્ટેશન પાસેથી એક યુવકને વગર પાસ પરમીટે વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ગતરોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે પેટ્રોલીગમાં નીકળ્યા હતા.



તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, સોનગઢ ST બસ સ્ટેશન પાસે એક યુવક વગર પાસ પરમીટે ભારતીય બનાવટનાં વિદેશી દારૂ પોતાના પાસે રહેલ બેગમાં ભરી બસની રાહ જોઈ ઉભેલ છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢ પોલીસ સ્ટેશન પાસે આવતાં ત્યાં આગળ એક ઈસમ બસની રાહ જોઈ ઉભેલ જોવા મળતા પોલીસે યુવકની અંગઝડતી કરી તથા તેની પાસે રહેલ બેગમાં ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 192 બોટલ મળી આવી હતી.




જેની કિંમત રૂપિયા 9,600/- હતી. ત્યારબાદ ઝડપાયેલ યુવકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ચોકેશભાઈ ઉંદાડિયાભાઈ માવચી (ઉ.વ.23, રહે.ખેખડા ગામ, ગગુનનગર ફળિયું, નવાપુર)ના હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને 1 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 10,100/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application