મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં કટાસવાણ ગામની સીમમાં બેડકીનાકા પાસે નેશનલ હાઈવે ઉપરથી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરતા એક યુવકને વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ સોમવારનાં રોજ કટાસવાણ ગામની સીમમાં બેડકીનાકા પાસે નેશનલ હાઈવે નંબર-53 ઉપર વાહન ચેકીંગમાં હતા.
તે દરમિયાન નવાપુર તરફથી શ્રી હારી ટ્રાવેલ્સની એક ખાનગી બસ નંબર GJ/26/T/6241ને આવતાં જોઈ લાકડીનાં ઈશારે ઉભી રાખવાના ઈશારો કરતા ટ્રાવેલ્સ બસનાં ચાલકે પોતાના કબ્જાની બસ ઉભી રાખી હતી. ત્યારબાદ પોલીસ સ્ટાફે બસમાં તપાસ હાથ ધરતા એક ઈસમ પાસેના બે બેગમાં કઈક વજનદાર લાગતાં પોલીસને પ્રોહી. અંગે શક જતા બંને બેગ ચેક કરતા બેગમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 55 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 5,500/- હતી અને પોલીસે ઈસમને બસમાંથી નીચે ઉતાર્યો હતો.
ત્યારબાદ પોલીસે ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ ભાવેશભાઈ નીતિનભાઈ કોલી (રહે.કોઠલી, તા.શહાદા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાં હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસ કર્મચારી આનંદભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે ભાવેશ કોલી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500