ઉચ્છલનાં હનુમાન ફળિયા નવાપુર તરફ જતાં રોડ ઉપરથી બેગમાં દેશી દારૂ ભરી આવતા એક યુવકને ઝડપી પડ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ રાત્રિનાં સમયે ઉચ્છલ ટાઉન બીટ વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ નવાપુર તરફથી એક લાલ કલરની ટ્રોલી બેગમાં ભારતીય બનાવટનો દેશી દારૂનો જથ્થો લઈને રિક્ષામાં બેસી નવાપુર રેલવે સ્ટેશન તરફ આવે છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો ઉચ્છલ હનુમાન ફળિયા ખાતે વોચમાં હતા.
તે દરમિયાન એક ઇસમ પોતાના હાથમાં એક લાલ કલરની ટ્રોલી બેગ લઈને આવતો હોય જે ઈસમને ત્યાં જ રોકી પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, દિવ્યેશભાઈ રંછીભાઈ ચૌધરી (રહે.કલમકુઈ ગામ, આંબા ફળિયું, તા.વાલોડ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ટ્રોલી બેગ ખોલી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો દેશી દારૂની કુલ 48 નંગ બોટલો મળી આવી હતી. જોકે દેશી દારૂનો જથ્થા અંગે પૂછતા યુવકે જણાવેલ કે, દેશી દારૂની બોટલો દીક્ષિતભાઈ પિયુષભાઈ ચૌધરી (રહે.દેગામા ગામ, તા.વાલોડ)નાએ નવાપુરથી બેગમાં ભરીને આપેલ હતો અને આ દારૂ ભરેલ બેગ વ્યારા ખાતે દીક્ષિત પિયુષભાઈ ચૌધરીને આપવાનો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી જીજ્ઞેશકુમાર નાયકાની ફરિયાદનાં આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500