Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે માર્ગ પર અજાણ્યા વાહન અડફેટે ચિત્તપુર ગામનાં યુવકનું મોત

  • December 13, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાના ચિત્તપુર ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે ચિતપુર ગામનાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાઓનાં કારણે સ્થળ પર જ મોત નિપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં ચિત્તપુર ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે નંબર-૮૦ પર આવેલ પુલ નંબર.SH-૮૦, ૩૮/૧ પાસે તા.૦૯/૧૨/૨૦૨૨નાં કલાક-૨૩/૦૦થી તા.૧૦/૧૨/૨૦૨૨ના કલાક- ૦૨/૦૦ વાગ્યા દરમ્યાન હરકોઇ વખતે મરણ જનાર જગદીશભાઇ જાહગુભાઇ વસાવા (ઉ.વ.૨૬, રહે.ચિત્તપુર ગામ, ટાંકી ફળીયું, તા.ઉચ્છલ, જિ.તાપી)નો પોતાના કબ્જાનું મોપેડ મોટરસાયકલ નંબર GJ/26/S/4130નું લઈને તેમના ઘરે આવતો હતો.




તે વખતે ચિત્તપુર ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર આવેલ પુલ પાસે ઉચ્છલથી નિઝર તરફ આવતા કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મરણ જનારના કબ્જાના મોપેડને ટક્કર મારી મોપેડ ચાલકના માથાના ભાગે મુઢ માર વાગતા તેમજ કપાળના ભાગે તથા જમણા તથા ડાબા હાથે ઓછીવત્તી ઇજાઓ થતા તેમજ બંને પગ સાથળના ભાગેથી ફેકચર કરી શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ પર મોત નીપજાવી પોતાનું વાહન સ્થળ ઉપરથી લઇ ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે અશ્વિનભાઇ જાહગુભાઇ વસાવા નાઓએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઉચ્છલ પોલીસ દ્વારા તા.૧૦/૧૨/૨૦૨૨ના રોજ બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application