Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ચાંપાવાડી ગામ નજીક ટેમ્પો અડફેટે લીમડદા ગામનાં યુવકનું મોત, અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

  • December 18, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં ચાંપાવાડી ગામ નજીક ચોરડીયા ફાર્મ પાસે અજાણ્યા ટેમ્પો ચાલકે મોટરસાઈકલ સવાર યુવકને અડફેટે લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાનાં ચાંપાવાડી ગામ નજીક ચોરડીયા ફાર્મ પાસે રોડ ઉપર ગત તા.12 ડીસેમ્બરનાં રોજ એક ટેમ્પો નંબર GJ/26/T/5349નો ચાલક પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલ નંબર GJ/26/Q/6248નો ચાલક વિકાસભાઈ જશવંતભાઈ ચૌધરી (ઉ.વ.26, રહે.લીમડદાગામ, ગોડાઉન ફળિયું, વ્યારા) નાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.




જોકે આ અકસ્માતમાં વિકાસભાઈનાં માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ વ્યારા જનરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરત અડાજણની યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત બાદ ટેમ્પો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે યુવકનાં પિતા જશવંતભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ગત તા.16નાં રોજ કાકરાપાર પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News