મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં ઉમરકુઈગામ ગામમાં દારૂનું વેચાણ કરતી એક મહિલા પોલીસ રેડમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ સવારે ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે સમયે ફરતા ફરતા ઉમરકુઈગામ પાસે આવતાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉમરકુઈગામ ગામનાં ગામીત ફળિયામાં રહેતી એક મહિલા પોતાના બનાવેલ દુકાનનાં છાપરામાં ઈંગ્લીશ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો જગ્યાએ પર જઈ રેડ કરતા ત્યાં આગળ એક મહિલા હાજર મળી આવી હતી.
જોકે પોલીસે હાજર મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ, પ્રેમિલાબેન નરેશભાઈ ગામીત (રહે.ગામીત ફળિયું, ઉમરકુઈગામ, વ્યારા)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે દુકાનનાં છાપરામાં તપાસ કરતા એક કાપડની થેલીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500