મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં સાદડુન ગામે દારૂનું વેચાણ કરતી એક મહિલાને સોનગઢ પોલીસ રેડમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો ગુરુવારનાં રોજ સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશનનાં મંગલદેવ આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢનાં સાદડુન ગામનાં મુખ્ય નિશાળ ફળિયામાં રહેતી એક મહિલા પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો જગ્યાએ પર જઈ રેડ કરતા ત્યાં આગળ એક મહિલા હાજર મળી આવી હતી.
જોકે, પોલીસે હાજર મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ, કમલબેન સુનિલભાઈ ગામીત (રહે. સાદડુન ગામ, મુખ્ય નિશાળ ફળિયું, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મહિલાને સાથે ઘરની પજારીનાં ભાગે તપાસ કરતા એક કાપડની થેલીમાંથી વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500